ચાલો! કચ્છ ના રણ ની રમઝટ મા!

       શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
       ચોમાસે વાગડ ભલો, કછડો બારે માસ.                     
1.કચ્છ 

                
 
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌                   આમ તો કચ્છ કહીએ એટલે રણનું જ સ્મરણ થાય.કચ્છ જિલ્લાનો વિસ્તાર ની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો પણ વસ્તીની દ્રષ્ટિએ નહીં. કચ્છની પોતાનું એક એવું આગવું વ્યક્તિત્વ છે જે સિંધ અને ગુજરાત ની સીમા પરનો આ પ્રદેશ તેની ભાષા ને પુસ્તકોમાં ઉજાસની અસર દર્શાવે છે. કચ્છમાં બહુ બધા સ્થળો જોવાલાયક છે.કચ્છમાં વિજય વિલાસ પેલેસ, નારાયણ સરોવર ,કોટેશ્વર ,જેસલ-તોરલની સમાધિ અંજાર, ભૂજિયો કિલ્લો, અમીરસ તળાવ ,આશાપુરા માતાજી નું મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.                                                                             

2.    વિજય વિલાસ પેલેસ                                                                                                               કચ્છ જિલ્લામાં માંડવીમાં બીચ છે .જે ગુજરાતનો અને સંભવત: દેશોમાં એકમાત્ર પ્રાઈવેટ બીચ છે. ઉનાળાના દિવસોમાં ગરમીથી બચી ને દરિયાકિનારાના ઠંડા વાતાવરણમાં રહેવા 1920 મા કચ્છના તાત્કાલિક મહારાજે માનવીની શેરની 8 કિમી દૂર વિજય વિલાસ પેલેસ બંધાયો  હતો. આપેલી અને તેનું વિશાળ કેમ કમ્પાઉન્ડ માં હવે માંડવી પેલેસ રિસોર્ટ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ રિસોર્ટ માં બે કિમી લાંબા ખાનગી બગીચાઓ પણ સમાવેશ થાય છે‌.
                              કચ્છનો આ વિજય વિલાસ પેલેસ જોવા જેવું સ્થળ છે આમિર ખાનની ફિલ્મ લગાન અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ નું કેટલુક શૂટિંગ આ પેલેસમાં થયું હતું.આ પેલેસમાં મ્યુઝિયમ છે. તે જોવા માટે ઘણાં પ્રવાસીઓ આવે છે.અને દરિયા કિનારાના પ્રવાસીઓ માં ઘણી ઉમંગ હોય છે.

  

3.કચ્છની સંસ્કૃતિ 
   

કચ્છના લોકોનો અલગ પહેરવેશ હોય છે. કચ્છની પરંપરા પ્રમાણે કચ્છમાં મોટા મેળાઓ ભરાય છે આ મેળાઓમાં સુંદર સુંદર બાંધણીઓ અને હાથ ભરતકામ વાડી બાંધણીઓ મળે છે. કચ્છનું ભરતકામ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે તેથી અહીં પ્રવાસીઓ અવારનવાર મુલાકાત લેતા હોય છે.
                   
                 


                                                                                

4જેસલ તોરલ સમાધિ – અંજાર

                                                                                        

 તારી બેડલીને ડૂબવા નહીં દઉં…. જાડેજા રે…”
    
                                                                                                                જેસલ તોરલની સમાધિ કચ્છ જિલ્લાના અંજારમાં આવેલી છે. તેમની સમાધિ જોવા ગુજરાતમાં આવેલા હજારો પ્રવાસીઓ જાય છે. સતી તોરલ અને જેસલ જાડેજા આ બંને ની કથા જ્ઞાનયુક્ત અને પ્રેરક છે.
        

5.કચ્છ નો રણોત્સવ
   

કચ્છ જિલ્લાના નાના રણમાં ઘોરાડ ખાતે  દર વર્ષે રણોત્સવ ઉજવાય છે. આ રણ ઉત્સવ ડિસેમ્બરથી ફેબ્રુઆરી ની વચ્ચે હોય છે. કચ્છનું સફેદ રણ જોવા માટે દૂરથી પ્રવાસીઓ આવે છે. આ રણ ની રેતી સૂર્યના તાપમાન ચમકતી રેતી સોનેરી લાગે છે. તો શીતળ ચાંદની માં આ જ રીતે મા ચાંદી ચમકે છે. આ માહોલ માં હજારો પ્રવાસીઓ આનંદના હિલોળે ચઢે છે. 
                  


શણગારેલા સુંદર બળદો જોડેલા  ગાડાઓ ની તેમજ શણગારેલા ઊંટોને દોડાવીને  સ્પર્ધા યોજવામાં આવે છે. બળદો અને ઊંટો ગળામાં બાંધ્યા ઘૂઘરા ધમકે છે.અને ડોકે લટકાવેલા રંગબેરંગી ઝાલરો અને તોરણીયા આમથી તેમ ફરે છે ત્યારે વાતાવરણમાં કંઈ ઓર રંગત આવે છે.
                         
એક સ્વપ્નનગરી વસાવી હોય તેવું લાગે છે. એક વિચાર મેદાનમાં ગોળાકાર સુંદર 400 વાંસા નું કૂલિત તંબુ બાંધીને   “તંબુનગરી” ઉભી કરવામાં આવી છે. પ્રવાસીઓના મનોરંજન માટે સંગીત નૃત્ય કલાકારો ના 30 થી 35 ગ્રુપ અહીંયા બોલવામાં આવે છે. તેઓ પ્રવાસીઓ સમક્ષ પોતાની કળા દર્શાવે છે. આ ઉપરાંતમાટેપણ સગવડ હોય છે.

   આવું છે મારું કચ્છ, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં”


Comments

Post a Comment